Sunday, November 12, 2006

કૃષ્ણ–રાધા – પ્રિયકાંત મણિયાર Krishna - Radha / Priya Kant Maniyar


આ નભ ઝૂક્યું તે કા’નજી ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કા’નજી ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કા’નજી ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત શિખર કા’નજી ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યાં ચરણ તે કા’નજી ને પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કા’નજી ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કા’નજી ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કા’નજી ને નજરું જુએ તે રાધા રે.

(પ્રિયકાંત મણિયાર (૨૪-૧-૧૯૨૭ થી ૨૫-૬-૧૯૭૬) ની આ અતિપ્રસિદ્ધ આરતી છે. દરેક કવિસંમેલનના અંતે પ્રિયકાંત આ આરતી સ્વકંઠે અવશ્ય ગાતાં. પ્રિયકાંત જ્યારે ગીત લખે છે ત્યારે ખીલે છે. વિરમગામમાં જન્મ, અમરેલીના વતની અને અમદાવાદમાં વર્ષો સુધી મણિયારનો વ્યવસાય એમણે કર્યો. સજીવ સૌન્દર્યચિત્રો દોરીને સજાવાયેલા ઘાટીલાં કાવ્યો નવીન પ્રતીકો અને લલિત પદાવલીથી વધુ ધ્યાનાકર્ષક બને છે. કૃષ્ણ અને રાધા માટેનો એમનો મીરાં જેવો અદકેરો પ્રેમ અમનાં અસંખ્ય ગીતોમાં રજૂ થયો છે. ‘નભ’થી ઉઘાડ પામીને આ કાવ્ય ‘લોચન’માં વિરમે એ દરમ્યાનમાં પ્રકૃતિથી માનવ-મન સુધી પ્રેમભાવ અદભૂત રીતે વિસ્તરે છે. કાવ્યસંગ્રહો : ‘પ્રતીક’, ‘અશબ્દ રાત્રિ’, ‘પ્રબલગતિ’, ‘વ્યોમલિપિ’ વિ.)
Comments (2)
To Hear this lovely Aarti click below on link
"यह झुका हुआ नभ कान्हजी और चाँदनी हैँ राधा रे!
यह सरवर जल हैँ कान्हजी और पद्मपुष्प हैँ राधा रे!
यह खिला बाग है कान्हजी और लहरी बहे वो राधा रे!
यह चले चरण वो कान्हजी और पगछाप दीखे वो राधा रे!
" ये गूँथे केश हैँ कान्हजी और भरी माँग हैँ राधा रे! "
यह जलता दीप हैँ कान्हजी और आरती हैँ राधा रे!
बहुत अर्से से यह सुमधुर गुजराती गीत आप सभी के साथ बाँटना चाहती थी -- इसके कवि थे,प्रियकाँत मणियार (जन्म : २८-१-१९२९मृत्यु : २५-६-१९७६ ) यह सुप्रसिध्ध आरतीमेँ श्री कृष्ण व राधा के प्रति कवि की भक़्ति अपूर्व लालित्य लिये नये नये प्रतीकोँ से सज कर पदावली को अनोखा माधुर्य प्रदान करती है -- कविका जन्म वीरमगाम नामक गाँव मेँ,अमरेली प्राँत मेँ हुआ था ! उनके प्रमुख काव्यसँग्रह हैँ - प्रतीक,अशब्द -रात्रि, प्रबल -गति , व्योमलिपि ......इत्यादि

0 Comments:

Post a Comment

<< Home