Sunday, November 12, 2006

સ્નેહરશ્મિ, હાઈકુ Sneh Rashmi - Haiku


સ્નેહરશ્મિ, હાઈકુ
ઝાપટું વર્ષી શમ્યું,

વેરાયો ચંદ્ર
ભીના ઘાસમાં.

વ્હેરાય થડ :

ડાળે માળા બાંધતાં
પંખી કૂજતાં.

હિમ શિખરે

ગયો હંસલો વેરી
પીંછાં રંગીન.

દેવદર્શને
ગયો મંદિરે : જુએ
વેણીનાં ફૂલ !

- સ્નેહરશ્મિ

14 અક્ષરની નાનીશી રત્નકનણિકા સમાન આ હાઈકુઓ અર્થવૈભવમાં પાછા પડતા નથી.
દરેક હાઈકુ આગવુ અને અસરકારક શબ્દચિત્ર રચી આપે છે.

0 Comments:

Post a Comment

<< Home